ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
Blog Article
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષના અંત ભાગમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે તથા ત્રણ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે. મુલાકાતી ટીમ ૧૯ ઓક્ટોબરથી ૮ નવેમ્બર દરમિયાન સફેદ બોલની મેચ રમશે. ૫૦ ઓવરની મેચો ડે-એન્ડ-નાઈટ હશે, જ્યારે ટી-૨૦ નાઈટ મેચો રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા છેલ્લે 2023 વર્લ્ડ કપ ફાઈનલમાં વન-ડેમાં આમને-સામને થયા હતા જેમાં ભારતનો પરાજય થયો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19, 23 અને 25 ઓક્ટોબરના રોજ પર્થ, એડિલેડ તથા સિડનીમાં અનુક્રમે ત્રણ વન-ડે ક્રિકેટ મેચ રમાશે. ત્યારબાદ 29 અને 31 ઓક્ટોબરે માનુકા ઓવલમાં પ્રથમ અને બીજી ટી20 મેચ યોજાશે. 2, 6 અને 8 નવેમ્બરના રોજ અનુક્રમે હોબાર્ટ, ગોલ્ડ કોસ્ટ તથા બ્રિસબેન ખાતે બાકીની ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
Report this page